ACTIVITIES

વ્યક્તિ અભ્યાસ


શિક્ષક બનવા જઈ રહેલ તાલીમાર્થીઓ એ અંતે વિદ્યાર્થીઓ તેમજ સંસ્થાઓમાં કામ કરવાનું હોય છે. અહીં વ્યક્તિ તેમજ સ્થળનો કેવી રીતે અભ્યાસ કરવો તેની સમજ આપવામાં આવે છે. વ્યક્તિ અભ્યાસ દરમ્યાન વ્યક્તિ કે સંસ્થા વિષે ઊંડી અને વિગતપૂર્ણ માહિતી એકત્ર કરવી જરૂરી છે. આવી માહિતીને આધારે જ વ્યક્તિની સમસ્યા કે વિશેષતાનું નિદાન થઇ શકે છે. બી. એડ. અભ્યાસક્રમમાં વિશિષ્ટ બાળકોનો વ્યક્તિ અભ્યાસ કરવાનો હોય છે, એ માટે તેમણે વ્યક્તિ અભ્યાસની સંકલ્પના, સોપાનો, ઉદાહરણો અને લાભ જેવી બાબતો સમજવી જરૂરી છે.

સંસ્થા મુલાકાત


શિક્ષક એ જાહેર જીવનનો જીવંત હિસ્સો છે. સમાજમાં સ્થાપિત વિવિધ સંસ્થાઓ વિષે જાણે અને સમજે તે હેતુથી અભ્યાસકાળ દરમ્યાન તેને જુદી જુદી સામાજિક સંસ્થાઓની મુલાકાત કરાવવામાં આવે છે. મોટે ભાગે આવી સંસ્થાઓમાં ગાંધી આશ્રમ, વૃદ્ધાશ્રમ, અંધંજન મંડળ, મૂક-બધિર શાળા વગરેનો સમાવેશ કરવામાં આવે છે. આ મુલાકાત થકી તેઓ એક શિક્ષકની સામાજિક જવાબદારીઓ વિષે સમજી શકે છે.

રમતગમત અને યોગ


શિક્ષક તરીકે વિદ્યાર્થીઓઓને રમાડી શકાય તેવી રમતો અને તેના નિયમોની જાણકારી હોવી જરૂરી છે. આથી તાલીમાર્થીઓને બી. એડ અભ્યાસક્રમ દરમ્યાન ત્રીજા સેમેસ્ટરમાં ફાઉન્ડેશન કોર્સ તરીકે રમત-ગમતનો પરિચય અને અનુભવ પુરા પાડવાનું આયોજન કરવામાં આવે છે. રમત-ગમતમાં સાંઘિક તેમજ વ્યક્તિગત રમતોનું આયોજન કરવામાં આવે છે. તાલીમાર્થી બંને પ્રકારની રમતોમાં ભાગ લે તે જરુરી છે. સમગ્ર વિશ્વે ભારતની પહેલને કારણે વિશ્વ યોગ દિવસની ઉજવણી કરી તેના મહત્વ ને સ્વીકાર્યું છે. આથી ગુજરાત યુનિવર્સીટી દ્વારા બી.એડ. અભ્યાસક્રમના ત્રીજા સેમેસ્ટરમાં ફાઉંન્ડેશન કોર્સ તરીકે યોગનો સમાવેશ કર્યો છે. જુદાજુદા યોગસનોથી વિદ્યાર્થી શારીરિક રીતે ચુસ્ત બનવાની સાથે અભ્યાસ માટે પણ તત્પર બને છે. સંસ્થાઓએ તાલીમાર્થીઓને જુદા જુદા આસનોની સૈદ્ધાંતિક સમજ સાથે સાથે પ્રાયોગિક મહાવરો કરાવવો જોઈએ.

શૈક્ષણિક સાધન નિર્માણ


તાલીમાર્થીઓ શાળામાં વિદ્યાર્થીઓ માટે શિક્ષણ કાર્ય સરળ બનાવી શકે તે હેતુથી શૈક્ષણિક સાધનનું નિર્માણ કરવાનું હોય છે.શૈક્ષણિક સાધન દ્વારા સરળતાથી શિક્ષણની સંકલ્પના સ્પસ્ટ કરી શકાય છે, શિક્ષકના કથનમાં ઘટાડો કરી શકાય છે, અમૂર્ત ખ્યાલોને મૂર્ત કરી શકાય છે. વળી બાળકની ક્રિયાશીલતામાં પણ વધારો કરી શકાય છે. આમ શૈક્ષણિક સાધન શિક્ષણ પ્રક્રિયામાં ખૂબ ઉપયોગી નીવડે છે. શૈક્ષણિક સાધન તરીકે તાલીમાર્થીઓને ઓ.એચ.પી, એપીડાયોસ્કોપ, સ્લાઈડ પ્રોજેક્ટર, મુવી, કેમેરા, ચાર્ટ-નકશા, મોડેલ વોઈસ રેકોર્ડેર, મલ્ટીમીડિયા, પ્રોજેક્ટર, ટેપરેકોર્ડર, સાહિત્ય જેવા શૈક્ષણિક સાધનો બનાવી શકે છે.